કળિયુગનો બાપ જ્યંતીલાલ અને એમનો નોકર સવજી બંન્ને ચાલતા ચાલતા ગામના સરપંચ રાવજી પટેલના ઘરે જઇ રહ્યા હતાં. જ્યંતીભાઇના મુખ ઉપર એમના મનમાં ચાલતા વિચારો સ્પષ્ટ દેખાઇ આવતા હતાં. એ બધાં વિચારો એમના મનમાં ઊભી થયેલી ચિંતાનો સ્પષ્ટ ચિતાર મોઢાના હાવભાવ ઉપરથી આપતા હતા. ઘરેથી દસ મિનિટ ચાલીને સરપંચના ડેલા સુધી પહોંચતા પહોંચતા કંઇક કેટલાંક વિચારો એમના મનમાં આવી ગયા હતાં. સરપંચ પોતાના ઘરમાં ખાટલા પર બેઠાં બેઠાં બીડી પી રહ્યા હતાં. જ્યંતીભાઇને ઘરમાં પ્રવેશતા જોઇ એમણે ઊભા થઇ એમણે જ્યંતીભાઇને આવકાર આપ્યો હતો, કારણકે એ ગામના મોટા ખેડૂત તો ખરા જ પરંતુ ગામના પ્રતિષ્ઠિત માણસોમાંના એક