મિમી

(32)
  • 3.6k
  • 2
  • 1.2k

મિમી - રાકેશ ઠક્કરકૃતિ સેનનની સરોગેટ મધરના વિષય પરની 'મિમી' ની OTT પર 'પ્રિમેચ્યોર ડિલિવરી' થઇ ગઇ એ બાબત ફિલ્મના પ્રચારને ધ્યાનમાં રાખીને કરવામાં આવી ન હતી. અસલમાં 'મિમિ' ઓનલાઇન લીક થઇ જતાં તેને ચાર દિવસ વહેલી રજૂ કરી દેવામાં આવી હતી. સલમાનની 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' પછી 'મિમિ' ની પાયરેસીએ નિર્માતાઓની ચિંતા વધારી જ છે. 'મિમી' વધારે પડતી ફિલ્મી હોવા છતાં એક નવો પ્રયોગ હોવાથી તેને સમીક્ષકોએ વધારે આવકારી છે. બાકી 'મિમી' માં કમી તો અનેક છે. એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જેણે ફિલ્મ જોવી છે એણે ટ્રેલર જોવાની ભૂલ કરવી નહીં. ટ્રેલરમાં જ મોટાભાગની વાર્તા આવી ગઇ