હંગામા ૨

(29)
  • 5.4k
  • 2
  • 1.4k

હંગામા વગરની 'હંગામા ૨'- રાકેશ ઠક્કરશિલ્પા શેટ્ટીની ૧૪ વર્ષ પછીની કમબેક ફિલ્મ 'હંગામા ૨' નો પ્રચાર નિર્દેશક પ્રિયદર્શન શિલ્પાના નામ પર કરી રહ્યા હતા ત્યારે એમાં એની ભૂમિકા ખાસ નહીં હોય એની દર્શકોને કલ્પના ન હતી. તેમનો શિલ્પાના હિટ ગીત 'ચુરા કે દિલ મેરા' ની લોકપ્રિયતાને વટાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. બીજાં હંગામા હો ગયા, ચિંતા ના કર, પેહલી બાર વગેરે ગીતો ફિલ્મમાં જામતા નથી. દર્શકોએ જેના નામ પર 'હંગામા ૨' જોવાનું નક્કી કર્યું હતું અને જે ફિલ્મનો સૌથી મોટો ચહેરો ગણાતી હતી એ શિલ્પાનો પ્રવેશ પોણા કલાક પછી થાય છે. થોડા દ્રશ્યોમાં તે કોઇ કમાલ બતાવી શકી નથી.