ઉડાન, લેખક નાગરાજ "હ્ર્દય" "મારુ જીવન સૌંદર્યના બ્રહ્માંડમાં ખીલ્યું છે. હું ખુદ સુંદરતાનું અભિન્ન અંગ છું. પુષ્પ મારુ પ્રિય આસન અને આહાર છે. મારા વિકાસની પ્રક્રિયા ખૂબ રસપ્રદ અને રહસ્યમય છે. મારી સુંદર પાંખમાં ઈશ્વર ખુદ પીંછી લઈને રંગો પુરે છે. એટલે હું સૌને ગમતું સુંદર પતંગિયું છું." આવી નાનકડી સ્પીચ આપી પીહુ પ્રાર્થના ખંડમાં છવાઈ જાય છે. તાળીઓનો અવાજ પીહુની શ્રેષ્ટ સમજને બિરદાવી અભિવાદન કરે છે. માત્ર દસ વર્ષની પીહુએ પ્રકૃતિના ખોળામાં મન ભરીને આળોટી લીધું છે. એટલે તેને કુદરત અને તેના સર્જનથી અનહદ લગાવ છે. શાળાનો રીસેસ ટાઈમ હોય કે ઘરે રજાનો સમય તે હંમેશા બગીચાના સુંદર ફૂલો, પતંગિયાઓ