વેધ ભરમ - 59

(202)
  • 8.4k
  • 9
  • 4.1k

અનેરીએ પ્લાન એક્ટીવેટ કરી દીધો હતો. તે પ્લાન મુજબ જ શ્રેયા એક્ટીવા લઇને દર્શનને મળવા માટે ગઇ હતી. અનેરીએ કહ્યું હતુ તે પ્રમાણે શ્રેયાએ ગાર્ડન પાસેની ગલીમાં રહેલા બૂથ પરથી દર્શનને ફોન કર્યો હતો. દર્શન પણ એ જ સમયે ફાર્મ હાઉસ પર જઇ રહ્યો હતો એટલે તેણે શ્રેયાને કહ્યું તુ ત્યાં જ રહે હું તને પીકઅપ કરી લઉ છું. હવે શ્રેયાને તેની વાત માનવી જ પડે એમ હતી એટલે શ્રેયાએ તરતજ તેના ફોનમાંથી અનેરીને ફોન કરી વાત કરી તો અનેરીએ કહ્યું ઓકે તુ એક્ટીવા ત્યાં જ રાખીને જતી રહે. ફાર્મ હાઉસ પરથી તને પીકઅપ કરવાની વ્યવસ્થા હું કરાવી દઉં છું.