ગંધર્વ-વિવાહ. - 5

(146)
  • 11.9k
  • 6
  • 5.2k

પ્રકરણ-૫. પ્રવીણ પીઠડીયા.                 અંકુશ રાજડા સ્તબ્ધતામાં સરી પડયો. તેના મસ્તિસ્કમાં શૂન્યતા છવાય ગઈ. વનરાજે જે કહ્યું એ તેના માન્યામાં આવ્યું નહી. આજ સુધી ન્યૂઝ-પેપરોમાં અને ટીવીમાં તેણે ઓનર કિલિંગની ઘણી ઘટનાઓ વિશે જાણ્યું, સાંભળ્યું હતું. એ સમયે પણ તેને એવા લોકો પ્રત્યે સખત ધ્રૂણા જન્મતી કારણ કે કોઈને મારી નાંખવાનો અધિકાર કુદરતે માનવીઓને ક્યારેય આપ્યો જ નથી. અને તેમા પણ પોતાના અંગત… ઓળખીતા પ્રિયજનને તો કોઈ કેમ કરીને મારી શકતું હશે..! શું એવું કરતા એક વખત પણ તેમનું કાળજું કાંપતું નહી હોય..! તેમના હાથ ધ્રૂજતા નહી હોય…! એ જંગલીયાત ભર્યા ક્રૃત્યને કોઈ