પ્રેમની વેદના

  • 7.1k
  • 2.2k

અંક-1તારા આગમન ની આસ થી દેહ માં મારા જીવન લાગે છે,તારા આવવાથી જીવન નો અર્થ સાર્થક લાગે છે...હથેડી માં નસીબ ની આડી અવળી રેખાઓ માં જાણેભટકતા મુસાફર ને હમસફર મળી ગયો લાગે છે... વિનાયક તેની બંધ આંખો ખોલી અને તેના ગુંજી રહેલા ફોનની રીંગ તેની અને તેના પ્રેમની યાદોમાં દખલકરી રહી હતી. વિનાયક ખુરશી પરથી ઉભો થયો અને ફોન હાથમાં લીધો. એકટક નજ્રે તે ફોન અને તેમાં લખેલા નામને જોઈ રહ્યો હતો. આજે લગભગ ત્રણમહિના બાદ ઈંદુનો ફોન આવ્યો હતો. વિનાયકની આંખોમાં જર્જરિત પાણી આવવાને લીધે તેને થોડું ઝાંખું દેખાવા લાગ્યું.