મેં કોરાકટ રણમાં હરિયાળા શમણાંનું વાવેતર કર્યું હતું.

  • 3.8k
  • 1k

મેં કોરાકટ રણમાં હરિયાળા શમણાંનું વાવેતર કર્યું હતું. મનહર વાળા, "રસનિધિ." ભાવનગર. મોબાઈલ, 9664796945. વાચક મિત્રો સત્વરે એક નોંધ લેવી કે, આ વાર્તા બિલકુલ કાલ્પનિક છે.. નામ એનું તારા હતું પણ, અમે એને તારકી કહીને જ બોલાવતા. એ ગામડેથી આવી હતી. પુરી કોલેજ એના રૂપની દિવાની હતી પણ, એના ધસમસતા અંગાર જેવા વ્યક્તિત્વથી કોલેજ તો શું શહેરના ભલભલા ભરાડી એની સામે આંખ ઉંચી કરીને જોવાની હિંમત ન કરતા. અમારી ટોળકીમાં અમે બન્ને સમાન સ્વભાવના હતા. જો કે તારકી થોડી વધુ તીખી હતી એટલે હું એને ઘણી વખત કહેતો, "તારકી, તું કોઈકનો માર ખાવાની છો ક્યારેક હો?" આ