હાઇવે રોબરી 19 જાડેજા સાહેબ ને આજે આખો દિવસ દોડધામ રહી. બપોર પછી આખી ટીમ આવી. ફોટોગ્રાફરે અલગ અલગ એંગલથી ફોટા લીધા. એફ.એસ.એલ.ટીમે ફિગરપ્રિન્ટસ તથા બીજી જરૂરી ચીજો , બુટ અને મોટરસાઇકલના ટાયરના નિશાનની પ્રિન્ટ લેવાની કોશિશ કરી. પણ ફિંગરપ્રિન્ટ મળે એવું કશું હતું નહિ. ડોગ ટીમ પણ ખાસ કંઈ કરી ના શકી. ડોગ ત્યાં જ આજુબાજુ ફરીને થાકી ગયા. આખરે પચનામું કરી બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. ************************ જીવણને સતાંડવો જરૂરી હતો. કેમકે પોલીસ સ્નેહના નિવેદન પરથી પકડવા આવશે તો સૌથી પહેલા જીવણને જ