હાઇવે રોબરી - 17

(22)
  • 4.4k
  • 2
  • 2.2k

હાઇવે રોબરી 17 પ્રહલાદે જવાનસિંહને એની કિટલીએ ઉતર્યો. કિટલીની પાછળના ખેતરમાં પાણીનો બોર હતો. બોરમાંથી પાણી એક ટાંકીમાં ભરાતું અને ત્યાંથી એ પાણી ખેતરમાં જરૂર મુજબ જવા દેવામાં આવતું. જવાનસિંહે પ્રહલાદને કિટલી પાસે અંધારામાં ઉભો રાખ્યો. અને એ ખેતરમાં ગયો. ખેતર માં કોઈ નહતું. ટાંકીમાં પાણી ઓછું હતું. પણ કામ ચાલે એમ હતું. જવાનસિંહે સિટી વગાડી. પ્રહલાદ ખેતરમાં આવ્યો. બન્નેએ સારી રીતે સ્નાન કર્યું. બન્ને છરીઓ ને માટીથી ઘસીને સારી રીતે સાફ કરી. પ્રહલાદના કપડાં પર લોહીના ડાઘા હતા. પ્રહલાદે નક્કી કર્યું કે ઘરે જઈ બીજા કપડાં પહેરી આ કપડાંનો