પ્રણય સફરની ભીનાશ - 1

  • 1.6k
  • 598

સવાર સવારમાં મોબાઇલની રીંગ વાગતા આકૃતિ ઉતાવળે પગે દોડતી મનમાં બોલતી આવી"આ ફોન પણ કટોકટીના ટાઈમે જ આવે."અત્યારના સમયે કોણ નવરું થઈ ગયું હશે? સવારના દસ વાગ્યામાં, નક્કી એ ગુંજન જ હશે."ફોન હાથમાં લેતા આકૃતિ બોલી."આતો કોઈ નવો નંબર લાગે છે." "હેલ્લો, આકૃતિ હીયર"આકૃતિએ ફોન રિસિવ્ કરતા કહ્યું. "હેલ્લો આકૃતિ, હું માલિની, માલિની અવસ્થી.ઓળખાણ પડી?કઈ બોલતી નથી તો અવાજ પણ ભૂલી ગઈ કે શું?"માલિનીએ આકૃતિને પૂછ્યું. "તું એકી સાથે આટલું બધું બોલતી રહી, મારો વારો આવવા દેતો હું કંઇક બોલુંને અને હા, માલિની હું તને ઓળખું છું. કેમ છે તને?"આકૃતિએ માલિનીને પૂછતા કહ્યું. "ઓલ ગુડ, પણ