હવે કનકને એ સ્ત્રીનો ચહેરો સાફ સાફ દેખાઈ રહ્યો. એ સાથે જ જાણે કનકનું હ્રદય બેસી ગયું. ધબકારા એટલા તેજ થઈ ગયાં કે તેને એ અવાજ ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો. એ મોના હતી!! અધીરાજ અને મોના એક બીજામાં ખોવાયેલ હતા. "કેટલો નીચ માણસ છે આ! પોતાના જ દીકરાની વહુ સાથે.....! અને મોના પણ?! પોતાના પતિના મરવાનું દુઃખ ભૂલીને અહીંયા સંબંધોની બધીજ મર્યાદાઓ તોડીને...... બસ... હવે નહીં. હું અહીંયા એક પળ પણ ન રોકાઈ શકું." કનક ત્યાથી ચાલી ગઈ. તેના આશ્ચર્યનો કોઈ પાર ન હતો. ફાર્મહાઉસથી બહાર નીકળી એ રોડ સુધી આવી. ત્યાથી ટેક્સીમાં બેસી ઘર પહોંચી. આખા રસ્તામાં બસ