લીલો ઉજાસ - પ્રકરણ – ૨૪ – નનામા ફૉનથી પરેશાન મનીષા – દિવ્યેશ ત્રિવેદી

(17)
  • 3.9k
  • 1.2k

મનીષાની વિચારયાત્રા અટકી ગઈ. એણે ઘડિયાળ તરફ નજર કરી. સવારના સાડા પાંચ થવા આવ્યા હતા. હજુ થોડી વાત કરવાની બાકી રહી ગઈ હતી. પરંતુ આટલું ઠલવાયા પછી એ ઘણી હળવાશ અનુભવી રહી હતી. એણે સોનલ સામે જોયું. સોનલ ઓશીકું ખોળામાં રાખીને ભીંતને અઢેલીને બેઠી હતી. એનો ચહેરો શાંત હતો અને આંખો બંધ હતી. મનીષાને લાગ્યું કે સોનલની આંખ લાગી ગઈ છે. એણે સોનલનો હાથ ખેંચ્યો અને એને ધમકાવતી હોય એમ બોલી, “હું અહીં બકબક કરું છું અને તું ઊંઘે છે! હવે મારે તને ફરી વાત કરવાની?” “હું ઊંઘતી નથી. તને સાંભળું જ છું. હજુ તમે પાછાં વડોદરા