પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૯ ચિલ્વા ભગતનો સવાલ સાંભળીને જાગતીબેનને ડર ઉભો થયો કે તે પોતાના વિચારમાં સફળ તો થશે ને? એક પ્રેત સાથે વાત કરવાની યોજનામાં કોઇ ભૂલ તો કરી રહ્યા નથી ને? ચિલ્વા ભગતને સવાલ થાય એ સ્વાભવિક હતું. તેમને જાગતીબેનની યોજના જાણવા કરતાં એમની ચિંતા હતી એટલે પૂછી રહ્યા હતા એનો ખ્યાલ આવી રહ્યો હતો. ચિલ્વા ભગત અને તેમના ગુરૂ જે અકસ્માતે જ અહીં આવી ચઢ્યા છે એમના નિસ્વાર્થ પ્રયત્નો પછી પણ બધા જ્યાંના ત્યાં જ છે. નાગદાએ કોઇને અત્યાર સુધી દાદ આપી નથી. તેણે પોતાનો હાઉ ઊભો કરી દીધો છે. આ સંજોગોમાં પોતે મોટું જોખમ