તું અંધ નથી, હું તારી આંખ છું. મનહર વાળા, "રસનિધિ." ભાવનગર. મોબાઈલ, 9664796945. નામ એનું નયન, કુદરતે ભલે એની બાહ્ય રોશની છીનવી લીધી પણ, એની અંતર દ્રષ્ટિના હર કોઈ દીવાના બની જ જાય. ભલે દેખાય નહિ પણ, બધુંય જોઈ લેવાનું એ એનો જીવન મંત્ર. કોઈ એને દ્રષ્ટિ મરિયાદાને વચ્ચે લાવી રોકે તો તે તરત બોલી ઉઠે કે, "પડીને ઉભું થઈ જવાનું પણ, ક્યારેય ક્યાંય પાછું પડવાનું નહીં." ભાનુપ્રસાદ પંડ્યાની કાવ્ય પંક્તિ એને ખૂબ વ્હાલી. લગભગ લગભગ, દિવસમાં દસ વખત તો એ અચૂક આ પંક્તિ બોલે. "દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી, વાટે રખડવાની