અનંત સફરનાં સાથી - (અંતિમ ભાગ)

(47)
  • 3.7k
  • 3
  • 1.5k

૪૫.મિલન એક નવી શરૂઆત તરફનું પ્રયાણ રાહીએ વહેલી સવારે ઉઠીને જોયું તો શિવાંશની જગ્યા ખાલી હતી. રાહી તૈયાર થઈને નીચે આવી ગઈ. એણે નીચે આવીને જોયું તો કાન્તાબેન ઘરનાં મંદિરમાં પૂજા કરી રહ્યાં હતાં. એ જોઈને એને એનાં દાદી યાદ આવી ગયાં. એણે હૉલમાં સોફા પર બેઠેલા પ્રવિણભાઈ અને મલયભાઈનાં આશીર્વાદ લીધાં. ત્યાં જ ગાયત્રીબેન કિચનમાંથી ચા લઈને આવ્યાં. રાહીએ એમનાં પણ આશીર્વાદ લીધાં. ગાયત્રીબેને બધાંને ચા આપી. કાન્તાબેન એમની પૂજા કરીને આવ્યાં. પછી એમણે પણ ચા ગ્રહણ કરી. રાહીએ એમનાં આશીર્વાદ લીધાં તો એમણે રાહીને પોતાની પાસે બેસાડી લીધી. "શિવાંશ ક્યાંય દેખાતો નથી ક્યાં ગયો?" મલયભાઈએ આમતેમ નજર દોડાવતાં