અનંત સફરનાં સાથી - 44

(33)
  • 4.5k
  • 2
  • 1.7k

૪૪.પવિત્ર બંધનસાંજે સંગીત અને મહેંદીની રસમ હોવાથી બધાં મહેમાનો આવવાં લાગ્યાં. ગૌરીબેન અને મહાદેવભાઈ બધાંની આગતાસ્વાગતામા લાગી ગયાં. રાધિકા રાહીને તૈયાર કરીને નીચે લાવી. આ રસમ બંને પરિવાર સાથે મળીને કરવાનાં હોવાથી શિવાંશ પણ એનાં પરિવાર સાથે પહોંચી ગયો. રાહી એ સમયે ગાર્ડનમાં બનેલાં સ્ટેજ પર રહેલી ખુરશી પર બેઠી હતી. આખી નીલકંઠ વિલા નાની નાની લાઈટોની સિરીઝથી ચમકી રહી હતી. સંગીતની રસમ માટે મ્યુઝિક બેન્ડનાં લોકોને બોલાવવામાં આવ્યાં હતાં. એમણે ધીમું ધીમું સંગીત વગાડવાનું શરૂ પણ કરી દીધું હતું.શિવાંશ એકીટશે રાહીને જ જોઈ રહ્યો હતો. લીલાં કલરનાં લહેંગામાં સજ્જ રાહીએ ગળામાં લીલાં મોતી અને ડાયમંડ જડિત નેકલેસ પહેર્યો હતો.