વેધ ભરમ - 58

(204)
  • 8.5k
  • 5
  • 4.1k

શ્રેયાનો નંબર જોઇને અનેરીને નવાઇ લાગી. કેમકે શ્રેયાને નંબર આપતી વખતે અનેરીએ તેને ચોખ્ખી વોર્નીંગ આપી હતી કે ઇમર્જન્સી સિવાય ક્યારેય ફોન કરવો નહીં. જો કે અનેરીએ સાવચેતી રૂપે આ કાર્ડ અને મોબાઇલ બંને ફેક આઇ.ડી પરથી લીધા હતા. અનેરીએ ફોન ઉંચકી કહ્યું “હા બોલ શ્રેયા શું ઇમર્જન્સી કામ આવી ગયુ છે?” શ્રેયા અનેરીનો કહેવાનો મતલબ સમજી ગઇ પણ પછી શ્રેયાએ જે કહ્યું તે સાંભળી અનેરી ચોંકી ગઇ. “મેડમ, ગઇ કાલે મારા પર દર્શન સરના વાઇફનો ફોન હતો. તેને મારા અને દર્શન સરના સંબંધ વિશે ખબર હતી.” “કોણ શિવાનીનો ફોન હતો?” અનેરીએ આશ્ચર્યથી પૂછ્યું. “હા તેણે મને કહ્યું કે હું