નસીબદાર બોલપેન

  • 5.2k
  • 1.6k

નસીબદાર બોલપેન "આપણું નસીબ પણ વકીલ સુનીલ સીંદે જેવું ચમકી જાય તો જિંદગી સુખી થઇ જાય." નાસિકની નીચલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ હેમંત ખાટગેએ કોર્ટની બહાર કીટલી પર ચા પીતા પીતા પોતાના આસીસ્ટન્ટ વીજુ દેશપાંડેને કહી રહ્યો હતો. "સુનીલ સીંદે તો નાસિકનો નસીબદાર વકીલ છે. છેલ્લા સાત વર્ષમાં એણે ખૂબ ખ્યાતિ મેળવી છે અને રૂપિયા પણ પુષ્કળ કમાયો છે. સાત વર્ષ પહેલા અહીં આપણી જેમ જ આપણી જોડે જ આ જ કીટલી પર ચા પીતો હતો અને હવે મર્સીડીઝ ગાડીમાં ફરે છે. આને કહેવાય નસીબનું ચમકવું, સમજ્યો?" વીજુ દેશપાંડેએ હસીને હેમંતને કહ્યું હતું. "તું સાચી વાત કહી રહ્યો