વીચ one?? - (પાર્ટ 2 રોઝનું આગમન )

(15)
  • 3.2k
  • 1.5k

સુલતાનની આંખો અંગારા માફક ચમકવા લાગી. તેણે આંગળી વડે ખુદ નગ્મા તરફ ઈશારો કર્યો. "આ શું બોલો છો આપ?" નગ્માએ ચિડાઈને પૂછ્યું. "અરે, શું ખાલા આપ. હું તો મજાક કરું છું." આટલું કહી સુલતાન જોરજોરથી હસવા લાગ્યો. નગ્માને સુલતાનની મજાકનું ખૂબ માઠું લાગ્યું પણ તેણે પોતાનો ગુસ્સો મોંઢામાં થૂંક સાથે ઘોળીને ઉતારી દીધો. "સુલતાન, આપ આવી મજાક ના કરો. હું આપના તાઉંને શિકાયત કરીશ આપની." નગ્માએ ચિડાઈને જવાબ આપ્યો. "ઓક્કે ખાલા હવે નહીં કરું બસ. પણ બધા ખબર નહીં મને, અર્શી અને આમિરને મૂકીને ક્યાં જતાં રહો છો. અમે અહીં ખોવાઈ જઈશું તો?!" સુલતાને અદબ વાળીને નગ્મા ભણી જોતાં પૂછ્યું.