એ એના ઘરને ભરખી ગઈ." મનહર વાળા, "રસનિધિ." ભાવનગર. મોબાઈલ, 9664796945. "કયે ભવ સ્ત્રીને સુખ મળ્યું છે? પહેલાના વખતમાં દીકરીને દૂધ પીતી કરીને મારી નાખવામાં આવતી હતી ને, અટાણે હામ હામુ કરીને ભાઈનું ઘર બાંધવા માટે." આવા વિચાર સાથે હિરલ ઊંડો શ્વાસ ભરતા, ભરતા, ઓસરીના પડથારની કોરે ઉભેલી થાંભલીને ટેકો દઈ બેસી ચારેય કોર નજર ફેરવવા લાગી. (તોડલા પર બળી રહેલો દીવો પણ, ખડી કરેલા કરાનું નમતું જીવન અને ફાટી ગયેલા વાંસ આસાનીથી હિરલને દેખાડવા માગતો હોય તેમ આખી ઓસરીમાં ફેલાઈ રહ્યો છે. બરાબર ફળીયા વસાળે બાંધેલી ધામેણામાં મળેલી કુંડલા હિંગ વાળી ભગર ઓગાળતા ઓગાળતા બાજુમાં બાંધેલી બે