ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 16

(17)
  • 4.4k
  • 4
  • 716

નાની વ્હેલ માછલીનો શિકાર. "રોકી, મને હાર્પુન આપ જલ્દી." તૂતકના છેડા ઉપર ઉભેલા પીટરે બુમ પાડી. "પણ, હાર્પુન છે ક્યાં?' તૂતકની ચારેય બાજુ હાંફળી-ફાંફળી નજર દોડાવીને રોકી બોલ્યો. "અહીંયા જ પડ્યું હશે, આસપાસ ક્યાંક! જલ્દી લાવ." ફિડલ ઉતાવળા અવાજે બોલ્યો. રોકી તૂતક ઉપર આમતેમ હાર્પુન શોધવા લાગ્યો. આખરે એની નજર કુવાથંભ પાસે પડેલા હાર્પુન ઉપર પડી. હાર્પુન દેખાયું એટલે એણે જલ્દી હાર્પુન તરફ દોટ લગાવી. "અરે યાર જલ્દી લાવ. આ વ્હેલ છટકી જશે." ફિડલે જહાજના કિનારાના ભાગે ઉભા રહીને ફરીથી બુમ પાડી. "લે પકડ." આમ કહીને કુવાથંભ પાસે પહોંચેલા રોકીએ હાર્પુનને ફિડલ તરફ ફેંક્યું. ફિડલે સહેજ પાછળ હટીને હાર્પુનને