અનંત સફરનાં સાથી - 43

(30)
  • 5.1k
  • 2
  • 1.7k

૪૩.સંતાકૂકડીની રમતલગ્નની તૈયારીઓમાં ક્યારે એક અઠવાડિયું પસાર થઈ ગયું? કોઈને ખબર પણ નાં પડી. આજે શિવાંશ એનાં પરિવાર સાથે અમદાવાદ આવી રહ્યો હતો. રાહી, રાધિકા, અને શ્યામ એને લેવાં એરપોર્ટ પર આવ્યાં હતાં. એરપોર્ટ પર પહોંચતાની સાથે જ શિવાંશનું પ્લેન લેન્ડ થયું. એ એનાં પરિવાર સાથે બહાર આવ્યો. એની સાથે એક છોકરી હતી. જેનાં મોંઢા ફરતે દુપટ્ટો વીંટળાયેલો હતો. રાહીની નજર એ છોકરી પર જ હતી."દીદુ! આ છોકરી કોણ છે?" રાધિકાની નજર પણ એ છોકરી પર જતાં એણે રાહીને પૂછ્યું."શું તું પણ રાધુ! એ મોંઢા આગળથી દુપટ્ટો હટાવે તો ખબર પડે ને." રાહીએ પરેશાન અવાજે કહ્યું. રાધિકા હસીને તન્વી પાસે જતી