પતિ પત્ની અને પ્રેત - ૩૮

(69)
  • 6.7k
  • 2
  • 2.8k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કર પ્રકરણ-૩૮ ચિલ્વા ભગતે બંને કબૂતરને પોતાના થેલામાં નાખ્યા ત્યારે જીવતા હતા. અત્યારે બીજું કબૂતર અચેતન જેવું પડ્યું હતું. તેનામાં જરા પણ સળવળાટ ન હતો. ચિલ્વા ભગત ચમકીને બોલ્યા:"આ શું?" અને કબૂતરને બહાર કાઢી જોયું તો એની આંખો બંધ હતી. એ બેભાન હતું કે મૃત્યુ પામ્યું હતું એ તપાસવા લાગ્યા. બધા દોડીને ચિલ્વા ભગત પાસે આવી ગયા હતા. તેમને કબૂતર મૃત જણાતા કંઇક અમંગળની શંકા ઊભી થઇ રહી હતી. ગુરૂ દીનાનાથે કબૂતર તરફ જોઇને કહ્યું:"ચિલ્વા, કબૂતરમાં જીવ રહ્યો નથી. એને વિધિપૂર્વક અંતિમ વિદાય આપો. એ પક્ષીનું મોત આપણી બેદરકારીથી થયું છે. તારે