તાપી નદી, સુરત

(19)
  • 9.2k
  • 2
  • 2.9k

લેખ:- તાપી નદી વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીદક્ષિણ ગુજરાતની ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી ગણાતી તાપી નદીનો આજે જન્મદિવસ છે. થોડી તાપી નદી વિશેની માહિતી રજુ કરું છું. આજે અષાઢ સુદ સાતમ ને સૂર્યપુત્રી તાપી માતાનો જન્મ દિવસ છે. તાપી માતાની ઉત્પતિ 21 કલ્પ જૂની હોવાની શાસ્ત્રોની માન્યતા છે. 1 કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે. વળી સૂર્યપુત્રી પર તાપી પૂરાણ નામનો એક આખો ગ્રંથ છે જેમાં તાપી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે. જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા-ફરતા લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે. જ્યારે સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો જન્મ થયો. સૂર્યપુત્રી તરીકે જાણીતી