નરો વા કુંજરો વા - (૪)

  • 3.8k
  • 1.1k

મિહીકાની આત્મહત્યાના સમાચારથી હું ભાંગી પડ્યો. હું શું કરું એ જ મને સમજ પડતી ના હતી. આ દુઃખના સમયમાં પણ મારું ઘર મારી પડખે આવ્યું. એમણે મને સાંત્વના આપી અને મિહીકાના અંતિમ સંસ્કાર માટે લઈ ગયા.ત્યાં મિહીકાનું શબ જોઇને એકવાર ફરીથી હું ભાંગી પડ્યો. એના પાર્થિવ દેહને વિતળાઈને હું ખુબજ રડ્યો."મિહુ, ઉઠ. હજી તો આપણે આખું જીવન સાથે ગાળવાનું હતું. તું આવી રીતે કહ્યા વિના જતી રહે એ ના ચાલે. હું કેવી રીતે રહીશ તારા વીના? ગઈકાલે તો આપણે વાત કરી હતી. ત્યારે તો તારે કહેવું જોઈએ કે તું કોઈ તકલીફમાં છે. મને મારી પર ધિક્કાર છે કે તારે આવું