નરો વા કુંજરો વા - (૧)

  • 4.9k
  • 1.8k

શિયાળાની મીઠી મધુર સવાર એનો રંગ જાળવી રાખવામાં જાણે ઉગતા સૂર્ય સાથે હરીફાઈ કરતી હોય એમ આજે રોજ કરતા વધારે ઠંડી વરસાવી રહી હતી. અને હું આખી દુનિયાને ભૂલીને પરમ શાંતિ મળી હોય એમ સૂતેલો હતો. ત્યાંજ જેમ ચામાં માખી ટપકે અને આપણો આનંદ બગાડી નાખે એ જ રીતે મારા ફોનની રીંગએ મારી ઊંઘ વચ્ચે ટપકીને મારા પરમ આનંદનો સત્યાનાશ વાળી દીધો. મેં ઊંઘમાં જ ફોન ઊંચક્યો. સામેથી એક ભારે અવાજ આવ્યો એટલે સામેવાળી વ્યક્તિ જાણે મારી સામે જ હોય એ રીતે પથારીમાંથી ઉભો થઇ સાવધાનની સ્થિતિમાં આવી ગયો. મેં માત્ર એક આદેશનું પાલન કરનારા નોકરિયાત વર્ગની જેમ સામેની વાતોનો