ડ્રીમ ગર્લ - 4

(17)
  • 4.7k
  • 2.4k

ડ્રીમ ગર્લ 04 જિગર નું પેન્ટ , ગંજી , હાથ લોહી વાળા હતા. એ હાથ મ્હો પર લાગવાથી મ્હો પર પણ ક્યાંક લોહી લાગ્યું હતું. નિલુ એ લાવેલ સાબુ , રૂમાલ અને કપડાં લઈ જિગર બાથરૂમમાં ગયો. બાથરૂમ એટલો સ્વચ્છ ન હતો. પરંતુ જરૂરિયાતના સમયે સગવડ એ ગૌણ મુદ્દો બની જાય છે. જિગર સમજતો હતો કે આ એનું ઘર નથી , એક હોસ્પિટલ છે. જિગરે પેન્ટ માંથી પાકિટ , જીપની ચાવી , કેટલાક કાગળો વગેરે કાઢી નવા કપડાં માં મુક્યું. લોહીવાળા કપડાં નળ નીચે પાણીમાં મુક્યા.