ડ્રીમ ગર્લ - 2

(22)
  • 5.1k
  • 2.8k

ડ્રીમ ગર્લ 02 જિગરે ચમકીને જોયું. અચાનક હાર્ડબ્રેકિંગ પછી એ ફોર વ્હીલર ડિવાઈડર સાથે ટકરાઈને ઉભી રહી ગઈ હતી. ડિવાઈડર પરની જાળી સ્હેજ ત્રાંસી થઈ ગઈ હતી. ગાડી લગભગ બંધ થઈ ગઈ હતી. સેકન્ડોમાં એક માણસ ગાડી માંથી ઉતર્યો. એણે પાછળ જોયું અને ડિવાઈડરની જાળી કૂદી બીજી બાજુ આવ્યો. એ માણસ કૂદીને બીજી બાજુ આવે એ પહેલાં બીજી બે ગાડી એ માણસની ગાડીની પાછળ આવીને ઉભી રહી. ગાડીની બારીના નીચા કરેલા કાચ માંથી એક હાથ બહાર આવ્યો. એ હાથમાં એક ગન હતી. કદાચ સાઇલેન્સર વાળી. અને