અભય ( A Bereavement Story ) - 8

  • 4.7k
  • 1.9k

માનવી પોતાની ડ્યૂટી પુરી કરીને ઘરે પહોંચી.જમી લીધાં બાદ તેણે કેસની ફાઇલ હાથમાં લીધી. તેમાંથી જે જરૂરી લાગી તે બધી માહિતીની નોંધ કરતી ગઇ.ફાઇલમાં છેલ્લે એક સ્કુલનો ફોટો હતો. માનવીનું ધ્યાન એ ફોટા તરફ ગયું. એ બિલ્ડિંગમાં મોટા અક્ષરે લખ્યું હતું.‘શ્રી એ.પી.સિંઘ. સ્કુલ’.એ સ્કુલ કે જ્યાં તે અને અભય સાથે ભણ્યાં હતાં.જ્યાં બંનેની ન જાણે કેટલીયે નાની-મોટી મધુર સ્મૃતિઓ હતી. … દિલ્હી 2012,અભય પોણા સાત વાગ્યે પોતાની સ્કુલ શ્રી એ.પી.સિંઘમાં પહોંચ્યો.આજે તેના ફેવરેટ એસીપી બગ્ગા આવવાનાં હતાં તેથી તે ખુબ જ ખુશ હતો.(એક મંદિર પર બોંબ બ્લાસ્ટ થયો હતો.પરંતુ સદભાગ્યે બોંબની જાણ થઇ જતાં કોઇ મોટી જાનહાની થઇ હતી નહીં.એસીપી બગ્ગાએ એ