કબીર અવાર-નવાર અહીં વૃધ્ધાશ્રમમાં આવતો તેને વયોવૃદ્ધ માણસો સાથે સમય પસાર કરવો ખૂબ ગમતો, તે તેમની સાથે બેસતો અને તેમના જીવનના અનુભવો વિશે સાંભળતો, તેમણે પોતાના જીવન દરમ્યાન કરેલા સંઘર્ષ વિશે સાંભળતો, કોઈને પણ કંઈપણ મદદની જરૂર હોય તો કબીર હાજર રહેતો અને ખુશ થઈને તેમનું તે કામ પૂરું કરી આપતો.હવે કબીર બધાનો સારો એવો મિત્ર બની ગયો હતો. એક દિવસ તે અહીં વૃધ્ધાશ્રમમાં હાજર જ હતો અને એક ઉંમરલાયક સ્ત્રીને લઈને એક છોકરી વૃધ્ધાશ્રમમાં પ્રવેશી.... દેખાવમાં ખૂબજ સુંદર, શરીર એકવડુ, હસવાથી તેનાં બંને ગાલ ઉપર ખાડા પડતાં અને બોલવામાં એકદમ નમ્ર એવી સ્મૃતિ આ ઉંમરલાયક સ્ત્રીને અહીં વૃધ્ધાશ્રમમાં મૂકવા