હાઇવે રોબરી 14 જવાનસિંહ કિટલી ચાલુ કરી ને બેઠો હતો. સવારના લગભગ અગિયાર વાગ્યા હતા. એણે ચ્હા નાસ્તા ની સાથે નાના પાયે પૂરી શાક બનાવવાનું પણ ચાલુ કર્યું હતું. કેટલાક રિક્ષાવાળા અને ખેતરોમાં બહારગામથી આવેલા મજૂરો જવાનસિંહના ત્યાં પૂરીશાક ખાવા આવતા હતા. શરૂઆત નાના પાયા ઉપર હતી. પણ જવાનસિંહ વિચારતો હતો કે બધું વ્યવસ્થિત ઉતરે તો એક સરસ પાકી હોટલ બનાવી ત્રણ ચાર છોકરા રાખી સારી હોટલ મોટા પાયે કરવી. જેલમાં ગયા પછી જવાનસિંહની જમવાનું બનાવવા પર હથોટી આવી ગઈ હતી.પણ કોને ખબર હોય છે કે કુદરતને શું મંજુર