કામધેનુ

(26)
  • 4.9k
  • 2
  • 1.7k

એક દિવસ ઋષિમુનિએ કામધેનુ ગાયને આદેશ આપ્યો કે તું જા આખાં બ્રહ્માંડનો ચક્કર લગાવ. કામધેનું ગાય તો ખુશ ખુશાલ થઈ ગઈ. ઋષિમુનિઓના આદેશને શિરોમાન્ય રાખી આજ્ઞાને માથે ચડાવી ઉમંગ ભર્યા ઉલ્લાસ થી નીકળવાની તૈયારી કરી. મારે પૃથ્વી પર પણ જવાશે સાંભળ્યું છે કે મનુષ્ય બહું જ દયાળુ ને માયાળું ઓલરાઉન્ડર હોય છે. મારે એ પૃથ્વી પરના મનુષ્યને માણવા છે. મનુષ્યને મળવાની તાલાવેલી લાગી હતી. કામધેનું ગાય સમુદ્ર મંથનનું ચૌદ રત્નોમાંનું એક રત્ન હતું. એમને વરદાન ભેંટ સ્વરૂપે મળેલ હતાં. જેની પાસે કામધેનુ ગાય હોય તેની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે.