પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૭ "આપણે અહીં કેવી રીતે આવી ગયા?" નરવીર નવાઇથી નાગદાને પૂછી રહ્યો."આપણે સૂઇ ગયા પછી તું ઉંઘમાં ચાલવા લાગ્યો હતો. પહેલાં તું જંગલમાં કામ કરતો હતો એટલે તને આ વૃક્ષોની યાદ આવી ગઇ! તું ઉંઘમાં ચાલવા લાગ્યો અને હું તારી પાછળ પાછળ આવી. અહીં આવીને તું સૂઇ ગયો. હું તારી સાથે બેસી રહી. તને અહીં સારું લાગે છે. તું જલદી સ્વસ્થ થઇ રહ્યો છે. તને યાદ છે? આ વૃક્ષો પરથી ફળ-ફૂલ તોડવાનું કામ કરતો હતો?" આટલું બોલતાં નાગદા જાણે હાંફી ગઇ. તેણે વાર્તા તો બનાવી દીધી હતી. હવે નરવીર તેના પર કેટલો વિશ્વાસ કરશે એ બાબતે