રેડ અમદાવાદ - 23

(13)
  • 2.9k
  • 1
  • 1.3k

રવિનું મૌનવ્રત તૂટતાની સાથે જ સોનલની ટુકડી સામે તે વ્યક્તિની એક ઓળખાણ હતી. તે હતો ડ્રાઇવર કુલવંતનો ભાઇ. વધારે જાણકારી માટે રવિને કાર્યાલયના બીજા કક્ષમાં લઇ જવામાં આવેલો. ચિરાગ તેની પૃછા કરી રહેલો. ચિરાગની સખતાઇને કારણે રવિ પાસેથી ઘણું બધું જાણવા મળેલું. રવિ તેને જે બ્રાઉન કવર આપતો હતો, તેમાં ઘણા ખરા પૈસા રહેતા હતા. તે કવર સમીરા રવિને આપતી હતી. હવે તેનું તે વ્યક્તિ શું કરતો? તે રવિને ખબર નહોતી. વળી, સમીરા કેમ કવર આપતી હતી? તે પણ રવિ જાણતો નહોતો, ના તો તેણે કોઇ દિવસ જાણવાની તસ્દી લીધી. તે ફક્ત તેની માતાના