અનંત સફરનાં સાથી - 41

(25)
  • 4k
  • 1.7k

૪૧.ષડયંત્ર સવારે શિવાંશ પોતાનાં બેગ સાથે રાહીનાં રૂમમાં આવ્યો. રાહી બૂટિક પર જવાં તૈયાર થઈ રહી હતી. શિવાંશનાં હાથમાં બેગ જોઈને એ કાનમાં ઝુમખા પહેરતી પહેરતી શિવાંશ તરફ પલટી. એની આંખોમાં એક સવાલ હતો. એ જોઈને શિવાંશ બેગ મૂકીને એની પાસે ગયો અને એનાં કાનમાં ઝૂમખાં પહેરાવવા લાગ્યો. "આ બેગ લઈને ક્યાં ચાલ્યાં?" રાહીએ ત્રાંસી નજરે શિવાંશ સામે જોઈને પૂછયું. "ઘણાં સમયથી અમદાવાદ છું. હવે તો ઋષભ પણ અહીં હતો. એટલે હવે ફરી બિઝનેસ સંભાળવા મુંબઈ જવું પડશે." શિવાંશે રાહીનો હાથ પોતાનાં હાથમાં લઈ લીધો, "લગ્નને થોડાં દિવસોની વાર હશે. ત્યારે અમદાવાદ આવી જઈશ‌." "જવું જરૂરી છે?" રાહીએ ઉદાસ ચહેરે