સુંદર વળાંક

(11)
  • 2.1k
  • 1
  • 652

"મેકડોનાલ્ડથી જમણી બાજુ જે પહેલું વળાંક આવે છે, ત્યાં જ એની ઓફીસ છે. પ્લીઝ પ્રીતિ, આ પાર્સલ એને આપી દેજે અને જે પૅમેન્ટ આપે, તે લઈ આવજે. પ્લીઝ, મારુ આટલું કામ કરીશ ને?"મારી મોટી બહેન પુજા, પોતાનું લેપટોપ પેક કરતા કરતા, ઉતાવળા સ્વરે મને સૂચિત કરી રહી હતી. હું પલંગ પર બેઠી, મોબાઈલ પર મારા મેસેજીઝ ચેક કરી રહી હતી. મેં માથું ઊંચું કરીને એની સાથે મશ્કરી કરી."હાં ભઈ, હવે મને નવરાસ છે, તો આવા જ બધા ચિલ્લાચાલુ કામ કરીને ટાઈમ પાસ કરવો પડશે."પુજા બહાર નીકળતા અટકી ગઈ અને મારી સામે ખેદ વ્યક્ત કરતા જોયું,"પ્રીતિ, એવું નથી. મારે ઓફિસથી આવતા