મોજીસ્તાન - 30

(13)
  • 4.9k
  • 1
  • 1.6k

મોજીસ્તાન (30)"કાં..આં...આં....ભાભી..જાદવો તો હવે વ્યો જ્યો..ધુડિયાની ખડકીમાંથી હમણે જ આયા ઈમને..! હવે એકલા ચીમ કરીને જીવશો..? હાળો દી' તો વ્યો જાય પણ રાત્યું શેય કરીને નો જાય હો..તે હું ઈમ કવ સુ કે દી'એ ભલે ધુડિયો તનકારા કરે..પણ રાત્યેય કોક જોશેને તમારે..તો હવે બીજે ચ્યાંય લાંબા નો થાસો..હું સુ ને.. જાદવો તો મારો ખાસ ભયબન હતો.. અને એક દી' મને કીધું'તું કે રઘલા..નથી ને મને કાંક થઈ જાય તો તારી ભાભીને હંભાળી લેજે..હેહેહે. " જડી પાછળ જ જાદવના ઘરમાં ઘૂસેલો રઘલાએ ધાધર વલુરતા વલુરતા આંખો નચાવીને ઓસરીમાં ઊભેલી જડીને કહ્યું.રઘલાને જોઈને જડી ચમકી. "આ મારો હાળો ચયાંથી ગુડાણો ?" એમ મનમાં