મોજીસ્તાન - 29

(13)
  • 3.9k
  • 1.6k

મોજીસ્તાન (29) "મારમારીનો કેસ છે. હું સારવાર તો કરી આપું પણ પોલીસ કેસ કરવો પડશે. બરવાળા પોલીસસ્ટેશનમાં હું ફોન કરીને આ ઘટનાની જાણ કરીશ." ડો. લાભુ રામાણીએ નાક પર લસરી પડેલા જાડા કાચના ચશ્માંને ઉપર ચડાવીને એમના ડોળા ચકળવકળ કરીને તખુભા પર સ્થિર કર્યા. વાત એમ હતી કે જાદવની વાડીએ આવેલા બાબાએ જાદવ, ભીમા, ખીમા અને ચંચાને મારી મારીને ખોખરા કરી નાખ્યા હતા.તખુભા એમનું બુલેટ લઈને જાદવની વાડીએ પહોંચ્યાં ત્યારે એ ચારેય ચાલી શકે એવી સ્થિતિમાં નહોતા અને બાબો ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. "હવે, ડોકટર તમે આ બધી લપમાં પડવાનું રહેવા દો. ગામનો મામલો છે, કોઈ કેસબેસ કરવો નથી. નકામું