મોજીસ્તાન (24) " નીનાના મગજમાં પ્રેમના અંકુર ફૂટીને તરત ઊગી નીકળે અને બને તેટલી ઝડપે એ મોટું ઝાડ થઈ જાય.. પછી એ ઝાડનો છાંયડો, ફળ અને ફૂલ બધું જ મને મળે એવી કોઈ કલીપ મોકલવા દે...તે દિવસે રઘલાએ આવીને બાજી બગાડી ન હોત તો મેં આગ લગાડી જ હોત. અત્યાર સુધીમાં તો એ નીના મારા પ્રેમમાં પલળીને સાવ ભીની થઈ ગઈ હોત..આ વચ્ચે થોડાક દી' વ્યા ગ્યા એમાં સાલી સૂકાઇ ગઈ લાગે છે. નોવેલમાં રસ નથી..વાતોમાં રસ નથી..એમ ચાલે ડિયર નીનું...દિલ મારું છે ભીનું ભીનું..." વોટ્સએપ કોન્ટેક્ટ અને ગ્રુપમાં આંખો ફેરવતો ટેમુ દુકાનના થડા પર બેઠો હતો.મોબાઇલમાં ખૂંપેલી એની નજરમાં કાઉન્ટર પર