મોજીસ્તાન (23)"બાબા...શુ થયું..? કેમ તું ઉલટી કરે છે..? ચાલ આપણે ઘેર જતા રહીએ.આ જગ્યા અપશુકનિયાળ છે.અહીં માણસોના દિલમાં દયાનો છાંટો નથી.અવળા કામ કરવા છે ને સવળા કરવાનું કહીએ તો સવાલ કરે છે..પણ તને શું થયું..?" તખુભાની ડેલી બહાર નીકળીને તભાભાભાએ ચોટલીને વળ દઈનેરાડો પાડી. લાડવાનો ઘા ખાલી ગયો એટલે એમની ચોટલી ખીંતો થઈ ગઈ હતી. એમાં બાબો ઉલટી કરવા લાગ્યો એટલે એમનો ગુસ્સો બેવડાયો હતો."તમે આ કેવી તમાકુ ખાવ છો.મને ફેર ચડી ગ્યા.. સવારે કરેલો નાસ્તો બધો નીકળી જ્યો..હાલો હવે મને જલ્દી લાડવા ખવડાવો.." બાબાએ મોં ઝભ્ભાની બાંય સાથે લૂછતા કહ્યું. "પણ તું તો પવિત્ર ખોળિયું છો...શુકામ તેં તમાકુ ખાધી ?