મોજીસ્તાન - 21

(16)
  • 3.5k
  • 1
  • 1.6k

મોજીસ્તાન (21)વજુશેઠ આજ સવારથી બેચેન હતા.તાલુકાના મામલતદારે એમની અરજી ધ્યાને લઈને એક તપાસ કમિટી મોકલી હતી. એ કમિટી ગામમાં ન નખાયેલી ગટરલાઇન અને નાખવામાં આવેલી પાણીની લાઇનની તપાસ કરવા આજે આવવાની હતી. ગામના માજી સરપંચ અને વર્તમાન સરપંચની પૂછપરછ થવાની હતી એટલે એ પૂછપરછ દરમ્યાન આ અરજી કોણે કરી એ જાહેર થઈ ન જાય એ એમને જોવાનું હતું. આ અંગે એમણે મામલતદારને ખાસ વિનંતી કરી હતી કે જે લોકો સામે તપાસ થવાની છે એ લોકો માથાભારે માણસો હોવાથી અરજી કરનારનું નામ ગુપ્ત રાખવું. મામલતદારે એમને આ બાબતની હૈયાધારણ પણ આપી હતી તેમ છતાં વજુશેઠને હુકમચંદની હોશિયારીને કારણે ડર લાગી રહ્યો હતો.