વેધ ભરમ - 56

(224)
  • 10k
  • 4
  • 4.5k

જ્યારે કાવ્યાએ આત્મહત્યા કરી ત્યારે અનેરી વેકેશનમાં તેના ઘરે રાજકોટ હતી. કાવ્યાના સમાચાર મળતા જ તે જુનાગઢ પહોંચી ગઇ. કાવ્યાની લાશને સુરતથી જુનાગઢ તેના ઘરે લાવવામાં આવી હતી. કાવ્યાની લાસ જોઇ અનેરીને જોરદાર આઘાત લાગ્યો. તે બે ત્રણ દિવસ સુધી સતત રડ્યા કરી પણ પછી તે તેના ઘરે રાજકોટ જતી રહી. તેને કોઇ પણ રીતે કાવ્યાની આત્મહત્યાનો વિશ્વાસ નહોતો આવતો. તે વિચારતી કે એવુ તે શું હતુ કે કાવ્યાને આત્મહત્યા કરવી પડી. તે ઘણા દિવસ સુધી વિચારતી રહી ત્યાં એક દિવસ એક કુરીયરવાળો તેના નામનું કવર આપી ગયો. કવર ઉપરના અક્ષરો જોઇ અનેરી ચોંકી ગઇ. કવર ઉપર એડ્રેસ લખેલુ હતુ