લીલો ઉજાસ - પ્રકરણ – ૧૫ - સાધ્વી થવાનો વિચાર – દિવ્યેશ ત્રિવેદી

(17)
  • 3.4k
  • 1.4k

સોનલ ચૂપચાપ મનીષાને જોઈ રહી હતી. મનીષા તકિયામાં મોં સંતાડીને હજુય ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી હતી. એનો અવાજ સાંભળીને મનહરભાઈ અને વિનોદિનીબહેન પણ દોડી આવ્યાં હતાં. એ બંને સોનલ સામે તાકી રહ્યાં હતાં. એમની આંખો જાણે સોનલને પૂછી રહી હતી કે શું થયું? સોનલે એમને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. મનહરભાઈએ સોનલને ઈશારાથી બહાર બોલાવી. બંને રસોડામાં ગયાં. ત્યાં સોનલે એમને કહ્યું, “ચિંતા કરશો નહિ. એને બોલતી કરતાં વાર લાગશે. અત્યારે એ ઉશ્કેરાઈ ગઈ છે. મને લાગે છે કે અર્ચનાએ ઉદયની વાતમાં કંઈક ગેરસમજ કરી છે અને સાચી વાત કંઈક જુદી જ છે. મનીષા કંઈ કહેવા તૈયાર નથી