લવ રિવેન્જ-2 Spin Off - Chapter 15

(50k)
  • 30.6k
  • 2
  • 26.6k

લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-15 “કામ પતાવીને સાંજે ઘરે આય...! જમવા....!” “અમારાં વૂડ્સનાં બિઝનેસની બ્રાન્ચ અહિયાં ખોલવાની છેને..! તો એની જગ્યા જોવાની છે...!”આરવ લાવણ્યાને ઉતારીને નીકળી ગયો એ પછી નેહા કયારની બાલ્કનીમાં ઊભાં-ઊભાં બેચેનીપૂર્વક આંટા મારી રહી હતી. “લાવણ્યા જેવી છોકરી માટે તું મારી જોડે કેમનું ખોટું બોલી શકે...!?” આંટા મારતી-મારતી નેહા વિચારી રહી. લાવણ્યાને આરવની કારમાંથી ઊતરતી જોઈને નેહાનો ચેહરો ગુસ્સાંથી લાલ થઈ ગયો હતો. ચિડાયેલી નેહાનો ગુસ્સો હજીપણ નહોતો ઉતર્યો. જમ્યા વિનાજ નેહા બાલ્કનીમાં આમતેમ આંટા મારી રહી હતી. મોડી રાત થવાં આવી હોવાં છતાં નેહા બાલ્કનીમાં આંટા મારી રહી હતી. થોડીવાર પહેલાં શરૂ થયેલો ધોધમાર વરસાદ હજીપણ ચાલી