મોજીસ્તાન - 19

(19)
  • 4.2k
  • 1
  • 1.7k

મોજીસ્તાન (19) "ઓહ્ય ઓહ્ય...બાપલીયા...મરી ગયો રે...એ...." બૂમ પાડીને કાદવકીચડમાં લથબથ થયેલો બાબો ઘરના બારણાંમાં પડ્યો એ જોઈને હમણાં જ સંડાસમાંથી બહાર નીકળેલા તભાભાભા દોડ્યા. અંદરના ઓરડામાંથી હૈયામાં પડેલી ફાળને કારણે એમને ઉંબરો ઠેકવાનું યાદ રહ્યું નહીં. ઉંબરો તો ઉતાવળને રોકવા જ બનાવ્યો હોય છે. ઘરમાં પ્રવેશતા કે ઘરમાંથી બહાર નીકળતા દરેકને ઉંબરો પૂછતો હોય છે કે જે કરવા જઈ રહ્યા છો એ બરાબર તો છે ને...! ઉંબરાની અટકાયત કારણ વગરની નથી હોતી. આંધળી દોટ મૂકનારનો પગ ખેંચ્યા વગર એ રહેતો નથી. તભાભાભાને આમ આજે એકાએક દોટ મૂક્તા જોઈને એ ઉંબરાએ પોતાની ફરજ બજાવી...ભાભાનો જીવથીય વહાલો દીકરો બારણાં આગળ