મોજીસ્તાન - 18

(13)
  • 3.6k
  • 1.7k

મોજીસ્તાન (18) રઘલો ટેમુનો માર ખાઈને લાલચોળ થઈ ગયો હતો. બજારમાં જે મળે એને કહેતો જતો હતો કે મીઠાલાલનો ટેમુડો નગીનદાહની છોડી હારે હાલે છે... ઇની દુકાને ઇ છોડી હારે વાતું કરતો'તો...મેં તો જઈને બે અડબોથ સડાવી દીધી...હાડકાં ભાંગી નાખત પણ કરસનીયાએ મને પકડી રાખ્યો...! "ઈમ ? બવ કે'વાય..તેં ટેમુડાને શું કામ માર્યો? નગીનદાસ ક્યાં તારો બનેવી થાય સે તે તારે વચ્ચે પડવું પડે? જા ને ભઈ જતો હોય ત્યાં?" સામેવાળો રઘલાને બરાબર ઓળખતો હોય એટલે એને આવા જવાબ મળતા. કોઈ વળી રઘલાની આ ફિશિયારીને ટેકો પણ આપતું. રઘલો ગયો પછી તરત જ ટેમુએ તખુભાને ફોન લગાડ્યો.