મોજીસ્તાન - 16

(16)
  • 3.4k
  • 1
  • 1.3k

ડો.લાભુ રામાણી ભાનમાં આવ્યા ત્યારે રાત્રિનો દોઢ વાગ્યો હતો. ગામના ચોરા તરફ જતી બજારમાં કોઈકની દુકાનના ઓટલા આગળ પોતે પડ્યા હતા. કોઈ બે જણ પાછળથી આવીને ઢીકા અને પાટુનો માર મારીને જતા રહ્યા હતા. "નક્કી પેલા દારૂડિયાના ઘરના લોકોને ખબર પડી ગઈ હોવી જોઈએ. સાલાઓએ મારી મારીને ખોખરો કરી નાખ્યો.." ડોકટર બબડતા બબડતા હળવેથી બેઠા થયા. એમનું આખું શરીર દુઃખતું હતું. મહાપરાણે તેઓ ઊભા થઈને ઓટલા પર બેઠા. હવે ક્યાં જવું એ નક્કી થઈ શકતું નહોતું. ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને ડોક્ટરે સમય જોયો. "દોઢ વાગ્યે દરબારને ફોન કરવો વ્યાજબી ન કહેવાય.બિચારા એ પણ ઘાયલ થયેલા છે. નિરાંતે સૂતાં હશે. બૂટમાં ઘૂસેલો