મોજીસ્તાન - 15

(12)
  • 3k
  • 1.3k

જાદવને હવે રાહત થઈ ગઈ હતી. બાબા પાછળ દોટ મૂકનારું કોઈ સલામત ઘરે પહોંચ્યું નહોતું, એ જાદવને ગામના બે ચાર જણાએ કહ્યું હતું. "હબલો ઇની વાંહે ધોડ્યો તે ઇના આગળના દાંત બે દાંત ગુમાવી બેઠો, ચંચો સ્હોતે કારણ વગરનો બાબાના હાથે ઢીબય જીયો સ અને બાકી હતું તે તું અકોણાં બાબલાની હડફેટે સડી જ્યો. ઈને વતાવવા જેવો નથી ભૂંડા." જાદવ એ લોકોની વાત સાંભળી નવાઈ પામ્યો. એ પોતે તખુભાનો ખાસ આદમી હોવાથી એને એક છોકરું આમ ભેંસના ગોથે ચડાવી દે એ વાતનો અફસોસ થઈ રહ્યો હતો.એટલે એણે કહેલું, " એકવાર મને હાજો થાવા દ્યો.પસી જોવો ઈ બાબાલાને હું ચેવો બાબલો બનાવું સુ."