મોજીસ્તાન - 13

(14)
  • 3.5k
  • 1.6k

મોજીસ્તાન 13 હબાની દુકાને થયેલો ડખો જોઈને હુકમચંદ ઊભા રહ્યા. થોડા દિવસ પહેલા ધમૂડીએ ટેમુડાની દુકાને પોતાને સલવાડી દીધેલા એ હુકમચંદને યાદ આવ્યું. ધોળી ડોશીના હાથમાં રહેલી તેલની બરણીને એ બરાબર ઓળખી ગયા એટલે મનોમન આ ડખામાં ન પડવાનું નક્કી કરીને એ ઊભા પણ રહ્યાં નહીં...પણ તભાગોરે એમને ઝડપી લેતા કહ્યું, "એમ ગામના સરપંચ થઈને ન્યાય કરવાને બદલે આંખ્યું આડા કાન કરશો તો કોઈ મત નહીં દે...ઈમ પડખે થઈને મૂંગું મૂંગું વયું જતા તો અમનેય આવડતું'તું...તમારી જગ્યાએ તખુભા સરપંસ હતા ઈ બરોબર હતું." હુકમચંદને હવે આ લપ ગળે લગાવવી પડે એમ હતી. "મારે ઘણાય કામ છે હો ગોરબાપા..ઈમ જ્યાં